નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ખેડૂતો (Farmers) એ આજે ભારત બંધ (Bharat Bandh) બોલાવ્યું છે. પરંતુ બેન્ક (Bank) યુનિયનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ભારત બંધમાં સામેલ થશે નહીં. તેમણે નવા કૃષિ કાયદા અંગે આંદોલ કરી રહેલા ખેડૂતો પ્રત્યે જો કે એકજૂથતા દર્શાવી છે.
ભારત બંધમાં બેન્કો સામેલ નહીં
ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)ના મહાસચિવ સૌમ્ય દત્તાએ કહ્યું કે યુનિયને ખેડૂતો સાથે એકજૂથતા દર્શાવી છે. પરંતુ તેમના દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં જોડાશે નહીં. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશન (AIBEA)ના મહાસચિવ સી એચ વેન્કટાચાલમે પણ કહ્યું કે યુનિયન હડતાળ નહીં કરે. પંરતુ અમે ખેડૂતોના આંદોલનનું સમર્થન કરીએ છીએ.
ભારત બંધ પહેલાં સરકારને મળ્યું 20 ખેડૂત સંગઠનનો સાથ, કૃષિ બિલ પર આપ્યું સમર્થન
ખેડૂતોની સાથે પણ કામકાજ પર અસર નહીં
વેન્કટાચાલમે કહ્યું કે દેશના ખેડૂતોના મુદ્દે સમર્થનમાં યુનિયનના સભ્યો ડ્યૂટી દરમિયાન કાળા બેજ લગાવીને કામ કરશે અને કામકાજી કલાકો બાદ કે પહેલા ધરણા ધરશે અને બેન્કની શાખાઓ આગળ પ્લેકાર્ડ્સ લગાવશે. જો કે વેન્ટાચાલમે સ્પષ્ટ કર્યું કે આ દરમિયાન બેન્કોના કામકાજ પર કોઈ પણ પ્રકારની અસર થશે નહી.
Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News
કૃષિ કાયદા વિરુદ્ધ ભારત બંધ
હજારો ખેડૂતો જેમાં મોટાભાગના પંજાબ અને હરિયાણાથી છે, નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવા કૃષિ કાયદાથી MSP સંબંધિત જોડાયેલી વ્યવસ્થા નબળી પડશે અને તેઓ કોર્પોરેટ હાઉસ પર નિર્ભર થઈ જશે.
ઈમરજન્સી સેવાઓ ચાલુ
જો કે ખેડૂત નેતાઓએ કહ્યું છે કે ભારત બંધમાં સામેલ થવા માટે મજબૂર કે બાધ્ય કરી શકાય નહીં. ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવાની પરમિશન અપાશે. અત્રે જણાવવાનું કે આ ખેડૂતો અને સરકાર વચ્ચે ગતિરોધ ખતમ કરવા અનેક રાઉન્ડની બેઠકો થઈ છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. હવે આવતી કાલે ફરીથી ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે